બગસરા તાલુકાનાં શાપર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે બગસરા તાલુકાનાં શાપર ગામે વિવિધ યોજનાઓ તેમજ વિધવા સહાય, આધારકાર્ડ અપડેટ, રેશનકાર્ડ સહિતના તમામ કામો માટે કુલ-ર૧૯૬ અરજીઓ આવેલ હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નંદા, મામલતદાર આર.જી. ઝાલા સહિત વિવિધ ખાતાનાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.