અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ જારી કર્યું છે. ભારત સરકારે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે આ બિલકુલ ખોટું છે અને અમને તેની સામે વાંધો છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ ઇછઉ ચીફ સામંત ગોયલ, ઇછઉ એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે.
આ સમન્સમાં તમામ પક્ષકારોને ૨૧ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકી કોર્ટના સમન્સ પર વિદેશ સચિવે કહ્યું કે જ્યારે આ મામલો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે કાર્યવાહી કરી. આ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી રહી છે. હવે હું તે વ્યક્તિ તરફ ધ્યાન દોરવા માંગુ છું જેણે આ કેસ દાખલ કર્યો છે. ગુરપતવંત સિંહ પન્નુનો ઈતિહાસ બધા જાણે છે કે તેઓ કેવી રીતે ગેરકાયદેસર સંગઠન સાથે જાડાયેલા છે. દરેક વ્યક્તિ આ જાણે છે. ગુરપતવંત સિંહ કટ્ટરવાદી સંગઠન શીખ ફોર જસ્તીસના વડા છે. તેઓ ભારતીય નેતાઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપતા રહ્યા છે.
ભારત સરકારે ૨૦૨૦માં ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિટિશ અખબાર ફાઈનાન્સીયલ ટાઈમ્સે તેના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા છે. જા બિડેન વહીવટીતંત્ર દ્વારા પાછળથી આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મુદ્દાની માહિતી મળતાં જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જા આવું છે તો તે ચિંતાનો વિષય છે. અમે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવીશું.