અમરેલી જિલ્લામાં ગોઝારા અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ટ્રેકટરનું ટાયર ફરી વળતા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું મોત થયું હતું. બનાવ અંગે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મોગર ગામના અને હાલ નવી બારપટોળી ગામે વાડી વિસ્તારમાં રહેતા પુંજાબેન રમેશસિંહ રાવત (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા તેના પતિ રમેશસિંહ તથા તેની સાથે કામ કરતા શંભુસિંહ ત્રણેય ટ્રેક્ટર લઇ રાજુલાથી ખરીદી કરી પરત બારપટોળી તરફ આવતા હતા. આ સમયે ટ્રેક્ટર ચાલક શંભુસિંહે પોતાના હવાલાનું ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાઇથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવ્યું હતું. તેના પતિ ટ્રેકટરના પંખા ઉપર બેઠા હતા ત્યાંથી પછાડી દીધા હતા. જેથી તેના પતિ ઉપર ટ્રેકટરનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું. ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.