ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર આવેલ ભાદર નદીના પુલ પરથી યુવતીએ છલાંગ લગાવી દેતા ગંભીર હાલતમાં તેને ધોરાજી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરાજી તાલુકાના સુપેડી ગામની આંગણવાડી વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવતી યુવતી સંગીતાબેન બટુકભાઈ જાડેજાએ કોઈ કારણોસર મોતને વ્હાલું કરવું હોય તે પ્રકારે ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર આવેલ ભાદર નદીના પુલ પરથી ઝંપલાવી દીધું હતું. જેથી આસપાસના સ્થાનિકોએ તેમને નદીમાંથી બહાર કાઢી લીધી હતી ત્યારબાદ ૧૦૮ ને જાણ કરી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવી હતી. યુવતીએ શા માટે ભાદર નદીના પુલ પરથી છલાંગ લગાવી તે માટે હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.