રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેનાં ભાગરૂપે ધારી ખાતે ભાવનાબેન ગોંડલીયાના માર્ગદર્શન નીચે ધારી માર્કેટીંગ યાર્ડ ખાતે ખરીદી કેન્દ્રનો પ્રારંભ બપોરે રઃ૦૦ કલાકે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જેન્તીભાઈ પાનસુરીયા, રમણીકભાઈ સોજીત્રા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં થશે.