અમરેલીના કમીગઢ ગામે દુષ્કર્મના કેસમાં નિર્દોષ છુટેલા યુવકે ડિપ્રેશનના કારણે ઝેરી પાઉડર પીધો હતો. જયસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમનો નાનો ભાઈ દિપકભાઈને છેલ્લા એકાદ વર્ષથી માનસિક રોગની સારવાર ચાલુ હતી અને પાંચેક મહિના પહેલા દુષ્કર્મના કેસમાં નિર્દોષ છુટકારો થયો હતો અને ત્યારથી ડિપ્રેશનમાં રહેતા હતા. જેનાથી કંટાળીને ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.