કેન્દ્ર સરકારે ઝારખંડ હાઈકોર્ટને જણાવ્યું કે રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્‌સ છે. સરકારે જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદ અને જસ્ટિસ અરુણ કુમાર રાય સમક્ષ એક એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશીઓ સાહેબગંજ અને પાકુર જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ્યા હતા.
એફિડેવિટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આદિવાસીઓની જમીન ‘ડોનેશન ડીડ’ દ્વારા મુÂસ્લમોને આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતરણ અને ઓછા જન્મ દરને કારણે આદિવાસી વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગૃહ મંત્રાલયના અન્ડર સેક્રેટરી પ્રતાપ સિંહ રાવતે દાખલ કરેલા સોગંદનામા મુજબ સંથાલ પરગણામાંથી આદિવાસીઓનું સ્થળાંતર પણ વસ્તીમાં ઘટાડાનું એક કારણ છે. વધુમાં, સાહેબગંજ અને પાકુરમાં મદરેસાઓની સંખ્યા વર્ષોથી વધી છે. એફિડેવિટમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ સ્થાનિક બોલી બોલે છે, જેના કારણે તેમના માટે રાજ્યમાં ઘૂસણખોરી કરવાનું સરળ બન્યું છે.
એફિડેવિટમાં આસામમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્‌સની હાજરીનો પણ ઉલ્લેખ છે. રાવતે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૪૦૯૬.૭ કિલોમીટર લાંબી સરહદ છે, જે ઘૂસણખોરીને સરળ બનાવે છે. કોર્ટ સંથાલ પરગણામાં આદિવાસીઓના ધર્માંતરણ પર સોમા ઓરાં અને બાંગ્લાદેશી ઈમિગ્રેશન પર ડેનિયલ ડેનિશ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ કેસની આગામી સુનાવણી ૧૭ સપ્ટેમ્બરે થશે. ઓરાઓને પોતાની અરજીમાં દાવો કર્યો છે કે સંથાલ પરગણામાં આદિવાસીઓને વ્યવસ્થિત રીતે અન્ય ધર્મોમાં ફેરવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ડેનિશે દાવો કર્યો હતો કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સે પણ જમીન ખરીદવાનું શરૂ કર્યું છે અને ઝારખંડના રહેવાસી હોવાના નકલી દસ્તાવેજા બનાવ્યા છે.