અમરેલી જિલ્લામાંથી વધુ બે મહિલા લાપતા બની હતી. નાળ ગામે રહેતા રાજુભાઈ વિઠ્ઠલભાઈ ખંઢેલાએ જાહેર કર્યા મુજબ, કોમલબેન સુખાભાઈ ખંઢેલા તેમની બંને દીકરી સાથે પિયર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હતા અને કોઈ ભાળ મળી નહોતી. જ્યારે સવિતાબેન મગનભાઈ સોલંકી (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, તેની પુત્રી સોનલબેન કિશનભાઈ ચુડાસમા (ઉ.વ.૩૫) હિંડોરણા ગામેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.