અમરેલી જિલ્લામાં નશામાં મદમસ્ત થઈને ડોલતાં ૧૦ ઇસમો ઝડપાયા હતા. જ્યારે ૯ ઇસમો કેફી પીણું પીને વાહન ચલાવતાં પકડાયા હતા. કરમદડી ગામની સીમમાંથી અમરેલી એલસીબી ટીમે દેશી દારૂ બનાવવાનો ૧૫ લીટર આથો જપ્ત કર્યો હતો. છ મહિલા સહિત ૨૦ ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. તમામ સામે પ્રોહિબીશન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.