ચલાલામાં દાનમહારાજના પુણ્યના પ્રતાપે શહેરમાં સતત સેવાની સરવાણી વહી રહી છે. જેમાં મહાદેવપરા વિસ્તારમાં પણ અનેક પ્રકારના સેવાકાર્ય અવિરત પણે ચાલુ છે. હાલ દિવ્ય અને અતિ ભવ્ય કલાત્મક રામજી મંદિરનું નવનિર્માણ કાર્ય વેગવંતુ છે તથા અબોલ અને સદાય કરૂણાનાં પાત્ર અને વગર જોળીનાં ભીખારી સમાન હજારો પક્ષીઓ માટે કાયમી સદાવ્રત એટલે અદ્યતન ચબુતરો પક્ષીઘર તથા પશુપક્ષીઓ માટે શિતળ જળની કાયમી વ્યવસ્થા માટે અવેડાઓ અને રાહદારીઓ માટે વોટરકુલર યુક્ત શિતળ જળનું પરબ તેમજ વટેમાર્ગુઓને વિસામો ખાવાં બાપા સીતારામની મઢુલી તેમજ નિરાધાર પશુઓને ઘાસચારો સહિતનાં અનેકવિધ સેવાકાર્ય ચાલી
રહ્યા છે.