કપાસઃ કપાસમાં સુકારો આવ્યો હોઈ રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ.પી. ૦.૦૫ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લીટર
પાણીમાં ) છંટકાવ કરવો.
1 કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ ટકા (૧૯-૧૯-૧૯ ના. ફો. પો.) નો છંટકાવ કરવો.
2 કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩મિ.લિ./૧૦ લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.
3 કપાસમાં સુકારો આવ્યો હોઈ તો બ્લુ કોપર દવાનો છંટકાવ કરવો.
4 કપાસઃ મીલીબગનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા અથવા ક્વીનાલફોસ ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયોડીકર્બ ૭૫% વે.પા. ૭ ગ્રામ ૧૦ લિટર
પાણીમાં ભેળવી જરૂરીયત પ્રમાણે ૨-૩ છંટકાવ કરવા.
મગફળીઃ  મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૭૫ વે.પા%. ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનેઝોલ ૫% ઈ.સી. ૨૦ મિલી અથવા
પ્રોપીકોનેઝોલ ૨૫ ઈ.સી. ૧૫ મિલી પૈકી કોઇપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને પાન ઉપર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
1 મગફળીનો પાક પાકવાની અવસ્થાએ પીળો પડવા લાગે અને તેનો છોડ ઉપાડી મગફળીના ડોડવા હાથથી ફોલતા દાણા આછા ગુલાબી રંગના જણાય ત્યારે કાઢવી. ઉત્પાદન ઉપર માઠી અસરન થાય તે માટે સમયસર કાપણી કરવી.
2 મગફળીનાં ડોડવાને ઓછી નુકશાની થાય તે રીતે કાઢવી નહિતર તેમાં આલ્ફારોટ નામની ફુગ આવવાની શકયતા રહેશે.
3 મગફળીમાં થડના કોહવાના નિયંત્રણ માટે ટ્રાઇકોર્ડમાં વિરીડા પાવડરને પાણી સાથે ૨.૫ કિલો/હેકટરે જમીનમાં આપવું.
4 મગફળી ઉપાડવાનો સમય થયો હોય તો ફુવારા થી હળવું પિયત આપવું જેથી ડોડવા જમીનમાં તૂટે નહીં આરામથી મગફળી નીકળી શકે.
5 લશ્કરી ઈયળ(પ્રોડેનીયા)ના નિયંત્રણ માટેકલોરપાયરીફોસ ૦.૦૫% (૨૫ મિ.લી.) અથવા ડાયકલોરવોશ ૦.૦૫% (૫ મિ.લી.) અથવા કવીનાલફોસ ૦.૦૫% (૨૦ મિ.લી.) છંટકાવ કરવો

મગફળી, કપાસ અને દીવેલા: ઉધઈનાં નિયંત્રણ માટે ઊભા પાકમાં ઉધઈના ઉપાય વખતે ફિપ્રોનીલ
૫ રોગપ્રેરક એસસી ૧ર લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ બિર ૧૦૦.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક ડાક્ટર વિસ્તારમાં પુંખવી વરસાદના પાણી સાથે તે જમીનમાં મળી જશે. પરંતુ રે વરસાદ ખેંચાપ તો હળવું પિયત આપવું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે-ટીપે પિયત સાથે આપવો.
મરચીઃ મરચી અથવા અન્ય શાકભાજી માટે રાબિંગ ક૨વું.
જમીન ઉપર ઘઉંનું ભૂંસુ કે બાજરીનું કચરુ અથવા નકામું ઘાસ પાથરી છ ઈંચ જેટલો થ૨ બનાવવો. આ ઘાસના થરને પવનની વિરૂદ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબોસમય સુધી તપે અને રાબિંગ કહે છે. રાબિંગ ક૨વાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદામણના બીજનું નિયંત્રણ શકાય.

બાગાયતઃ
1 આંબાના મધિયાના નિયંત્રણ માટે કવીનાલફોસ, ઈમીડાકલોપ્રીડ અથવા પોલીટ્રીન માંથી કોઇ એક દવાનો છંટકાવ કરવો.
2 કેળમાં સીગાટોકાનાંરોગનાં નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો..
3બોર પાકમાંચોમાસું પૂરું થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટીકનું મલ્ચ ૨૫ માઈક્રોન પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે
4 લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લીટર) નો છંટકાવ કરવો.
5 નાળીયેરી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૨.૫ ટકા૧૫ મીલીનો છંટકાવ કરવો.
શાકભાજી
6વેલાવાળા શાકભાજી: લાલ અને કાળા મરીયા, ફળમાખી
7 શાકભાજીનાં ૧૫ દિવસે ગૌમૂત્રનો પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરવો.
8 શક્ય બને તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ ઓછો કરવો.
9 ભીંડા અને રીંગણમાં મોલો-મશી,થ્રીપ્સ,સફેદમાખી,તડતડીયાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટરમાં ભેળવી છંટકાવ કરવો.
10 કાર્બોસલ્ફાન ૨૫ઈસી૧૫મીલી દવા અને તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટીકની કોથળીમાં નાખી મૂળદ્વારા માવજત આપવી. તમામ ઉપાયો જેટલા સામુહિ કધોરણે કરવામાંઆવે તો સારું પરિણામ મળે.

સોઈલ સોલેરાઈઝેશન કરવું:
જા રાબિંગ શક્ય ન હોય તો ૧૦૦ ગેજ જાડાઈના પારદર્શક પાતળા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો. વરાપ થયે ેડ કરીને કયારાના માપ પ્રમાણે ૧૦ થી ૨૦ દિવસ સુધી પ્લાસ્ટીક ઢાંકી રાખવું. જમીનમાંનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલ ગરમી પ્લાસ્ટીકના અંદરના ભાગે સંગ્રહિત થશે. આથી જમીન જન્ય ફૂગ, કીટકોના કોશેટા, જીવાણુ, કૃમિ તેમજ નીંદણના બીજનો નાશ થશે. મગ, અડદ, તુવેર, ગુવારમાં પાનના ટપકાંનો રોગ પાન પર નાના મોટા ગોળથી અનિયમિત આકારના ટપકાં પડે છે. ટપકાંનું કેન્દ્ર રાખોડી રંગનું અને કિનારી લાલાશ પડતા
બદામી રંગની હોય છે. વાવણી બાદ ર૦ થી રપ દિવસે રોગ જાવા મળે છે. પાનની ધાર નજીક ટપકા વધારે હોય છે ટપકા આખા પાનમાં ફેલાય અંતે પાન સુકાઈ જાય છે. ઉપદ્રવ આગળ વધતાં ફૂલ અને શીંગો પર પણ આવા ટપકાં જાવા મળે છે. આને કારણે શીંગોમાં દાણા નાના થાય છે. ઉત્પાદનમાં ઘટાડો જાવા મળે છે.
નિયંત્રણ:
કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં અથવા મેન્કોઝેબ રપ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજા છંટકાવ ૧ર દિવસે કરવો.
મરચીમાં ખાતર આપવાની અવસ્થા / સમય
પાયાનું ખાતર:
પુર્તી ખાતર
(૧) ફેરોપણી પછી ૨૦ થી ૨૫ દિવસે
(૨) ફુલ આવવાના સમયે
(૩) પ્રત્યેક વીણી પછી

પોષક તત્વોનો જથ્થો નાઃ ફોઃ પો(કિ.ગ્રા. / હેક્ટર)
૫૦: ૫૦: ૦૦
૨૫:૦૦: ૦૦
૨૫:૦૦:૦૦

રાસાયણિક ખાતર કિ.ગ્રા. / હેક્ટર
ડીએપી: ૧૧૦
એમોનીયમ સલ્ફેટ: ૧૫૦
એમોનીયમ સલ્ફેટ: ૧૨૫
એમોનીયમ સલ્ફેટ: ૧૨૫
મ્યુરેટ ઓફ પોટાશ: ૮૫
એમોનીયમ સલ્ફેટ: ૧૨૫

તલઃ તલમાં પાન કોક્ડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી ૫.૦૦ કિ.લો. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.

સોયાબીન: ગર્ડલ બીટલ માટેકવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા થાયોમીથોકઝામ૧૨.૬ લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડ.સી. ૪-૫ મિ.લિ., ટેટ્રાનીલીપોલ૧૮.૧૮એસસી પમિ.લી. અથવાનોવાલ્યુરોનપર૫ ઇન્ડોક્ઝાકાર્બ૪૫૦એસસી૨૦મિ.લી. અથવાબીટાસાયફલ્યુંથ્રીન૮૪૯–ઈમીડાક્લોપ્રીડ ૧૯.૮૧ ઓડી ૭ મિ.લી. અથવા અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
ષ્ ૧૦ મિલી છંટકાવ કરવો. શિયાળુ વરિયાળીના વાવેતર માટે ગુ.વરિયાળી-૧૧અને ૧૨ નો ઉપયોગ કરો મેથીના વાવેતર માટે ગુ.મેથી-૧ ગુ.મેથી-૧ નો ઉપયોગ કરો અજમો ના વાવેતર ગુ.અજમો-૧ ગુ.અજમો-૨ નો ઉપયોગ કરો સુવા ના વાવેતર ગુ.સુવા-૧,૨,૩ અને ગુ.આણંદ સુવા-૧ નો ઉપયોગ કરો