એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ ગુરુવારે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષની ‘નજીકના’ લોકોના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે, ઈડીના અધિકારીઓએ કોલકાતાના તા લા વિસ્તારમાં ચંદન લોહયાના ફ્લેટ અને કાલિંદીમાં તેમની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઈડીની અન્ય ટીમે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ચિનાર પાર્કમાં ઘોષના પૈતૃક ઘર પર પણ દરોડા પાડ્યા હતા.
અમારા અધિકારીઓ લોહયા અને તેની પત્નીની પૂછપરછ કરી રહ્યા છે,” તેમણે જણાવ્યું. ઘોષે તેમને ટેન્ડર આપવામાં મદદ કરી હતી.” તેમણે કહ્યું, ”અન્ય ઈડી ટીમ પણ આરજી કારની આૅફિસમાં દસ્તાવેજાની તપાસ કરી રહી છે, જે સંસ્થાએ હોસ્પિટલને સાધનો પૂરા પાડ્યા હતા. સરકારી હોસ્પિટલ અને સંસ્થા વચ્ચે કેટલાક શંકાસ્પદ વ્યવહારો છે, ઈડીની સાથે કેન્દ્રીય તપાસ બ્યુરો પણ સરકારી હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ કેસમાં ઘોષ અને તેના ત્રણ સહયોગીની ધરપકડ કરી હતી.
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ સર્જાયેલો હોબાળો હજુ અટક્યો નથી. જુનિયર ડોકટરો હજુ સુધી કામ પર પાછા ફર્યા નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ દ્વારા જુનિયર ડોક્ટરોને પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં તેમને વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુખ્ય સચિવ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં, ડાક્ટરોને તેમના પ્રતિનિધિમંડળ સાથે આજે સાંજે પશ્ચિમ બંગાળ સચિવાલય (નબન્ના)માં વાતચીત માટે આવવા વિનંતી કરવામાં આવી છે. પ્રતિનિધિમંડળમાં ૧૨ થી ૧૫ લોકો હોવા જાઈએ. મુખ્ય સચિવે પોતાના પત્રમાં લખ્યું છે કે સકારાત્મક સંવાદ સમસ્યાઓના નિરાકરણ અને આરોગ્ય સુવિધાઓ સુધારવામાં મદદ કરશે. મુખ્ય સચિવે લખ્યું કે છેલ્લા ૩૨ દિવસથી લોકોને યોગ્ય સ્વાસ્થ્ય સેવાઓ નથી મળી રહી જે ગંભીર ચિંતાનો વિષય છે.