આધાર કાર્ડ અંગે એક નવી અપડેટ આવી છે. ઉત્તર પ્રદેશમાં, આધાર કાર્ડ હવે જન્મ પ્રમાણપત્ર કે જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં. આયોજન વિભાગે આ અંગે તમામ વિભાગોને સૂચના જારી કરી છે. આયોજન વિભાગની સૂચનાઓમાં જણાવાયું છે કે આધાર કાર્ડ સાથે કોઈ જન્મ પ્રમાણપત્ર જાડાયેલ ન હોવાથી, તેને જન્મ પ્રમાણપત્ર ગણી શકાય નહીં. નોંધનીય છે કે આયોજન વિભાગના વિશેષ સચિવ અમિત સિંહ બંસલે તમામ વિભાગોને આ આદેશ જારી કર્યો છે. આધાર કાર્ડ હવે જન્મ પ્રમાણપત્ર તરીકે માન્ય રહેશે નહીં.આધાર કાર્ડ જન્મ તારીખનો માન્ય પુરાવો નથી. ઘણા રાજ્ય સરકારના વિભાગો હજુ પણ જન્મ તારીખના પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારી રહ્યા છે. તેથી, તમામ રાજ્ય સરકારના વિભાગોને આ અંગે જાણ કરવામાં આવી રહી છે. બધા વિભાગોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આધાર કાર્ડને જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારે નહીં.નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે પણ આધાર કાર્ડ અંગે આવો જ આદેશ જારી કર્યો છે. તેમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રમાં મોડેથી જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં. ઓગસ્ટ ૨૦૨૩ માં કાયદામાં સુધારા પછી, ફક્ત આધાર કાર્ડનો ઉપયોગ કરીને જારી કરાયેલા તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે. ગેરકાયદેસર હેતુઓ માટે નકલી જન્મ પ્રમાણપત્રો અને મૃત્યુ પ્રમાણપત્રોનો ઉપયોગ અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.જા તમે જન્મ પ્રમાણપત્ર મેળવવા માંગતા હો, તો તમે તમારા આધાર કાર્ડને બદલે હોસ્પીટ્લલમાં તમારા બાળકના જન્મ સમયે મળેલા ડિસ્ચાર્જ કાર્ડ અથવા પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકો છો. જેમણે હોસ્પીટ્લલમાં જન્મ આપવાને બદલે ઘરે જન્મ આપ્યો છે તેઓ સ્થાનિક સત્તાવાળા દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકે છે.