દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આપ કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે હું આજથી બે દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. હું દિલ્હીની જનતાના આદેશ પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.તેમણે કહ્યું કે હું અને મનીષ સિસોદિયા જનતાની વચ્ચે જઈશું. દિલ્હી વિધાનસભા ભંગ કરવામાં આવશે નહીં. મારી જગ્યાએ બીજા કોઈ સીએમ હશે. આગામી સીએમની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં સીએમ અંગે નિર્ણય લેવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘તેઓએ (ભાજપ) બીજી એક નવી ફોર્મ્યુલા બનાવી છે જ્યાં તેઓ ચૂંટણી હારે, ત્યાંના મુખ્ય પ્રધાનને ખોટો કેસ દાખલ કરીને ધરપકડ કરો અને તેમની સરકારને ગબડી નાખો. તેઓએ સિદ્ધારમૈયા, પિનરાઈ વિજયન, મમતા દીદી વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. તેઓ એક વિપક્ષી મુખ્યમંત્રીને પણ છોડતા નથી, તેઓ દરેક સામે ખોટા કેસ કરે છે, જેલમાં નાખે છે અને સરકારને ઉથલાવી નાખે છે.
આ લિસ્ટમાં આતિષીનું નામ સૌથી આગળ છે. દિલ્હી સરકારમાં મંત્રી રહેલા આતિશી કાલકાજી સીટના ધારાસભ્ય છે. આતિશી દિલ્હી સરકારમાં શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ ટીટીઇ, નાણાં, આયોજન, પીડબ્લ્યુડી પાણી, વીજળી, સેવાઓ, તકેદારી, જનસંપર્ક મંત્રી છે. સીએમ કેજરીવાલે રાજીનામાની જાહેરાત કરતા પહેલા જ આતિશીનો ઉલ્લેખ કર્યો હતો. તેણીએ કહ્યું કે મેં જેલમાંથી એલજીને પત્ર લખ્યો હતો કે હું સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવીશ. પરંતુ તે પત્ર પરત કરવામાં આવ્યો હતો અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જા ફરીથી પત્ર લખવામાં આવશે તો પરિવાર સાથેની મુલાકાત બંધ કરી દેવામાં આવશે.
આ સાથે જ આતિશીની સાથે સૌરભ ભારદ્વાજનું નામ પણ સામે આવી રહ્યું છે. તેઓ દિલ્હીની ગ્રેટર કૈલાશ સીટથી ધારાસભ્ય છે. સૌરભ દિલ્હી સરકારમાં આરોગ્ય, શહેરી વિકાસ અને પર્યટન મંત્રી છે. સૌરભ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. આ સિવાય દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયનું નામ પણ ચર્ચામાં છે. સીએમ પદની રેસમાં કૈલાશ ગેહલોતનું નામ પણ ચાલી રહ્યું છે. આ યાદીમાં આપ ધારાસભ્ય કુલદીપ કુલદીપ કુમારનું નામ પણ સામેલ છે. સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના નામની પણ અટકળો ચાલી રહી છે. જા કે, અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ધારાસભ્યોની બેઠક થશે અને સીએમ કોણ હશે તે અંગે નિર્ણય લેવામાં આવશે.