અમરેલીમાં આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી ભુવનમાં સવારે ૭ થી ૮ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરવામાં આવ્યાં હતાં. યોગ દિવસમાં રપ૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળા સંચાલક દિપકભાઇ વઘાસીયાએ પ્રેરણાદાયી ભૂમિકા પુરી પાડી જીવનમાં શિક્ષણની સાથે યોગનું મહત્વ સમજાવ્યું હતું.યોગ કાર્યક્રમનું સંચાલન ગોંડલીયા ગુરૂજીએ કર્યું હતું.