અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જોકે અમરેલી જિલ્લાના મોટાભાગના શહેરોમાં અર્વાચીન રાસ ગરબા મોકૂફ રાખવામાં આવ્યા છે. જ્યારે શેરી ગરબીઓ ચાલુ રહી હતી. સોમવારે સમી સાંજે સાવરકુંડલામાં એક ઇંચ તો બાબરામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાંજના સમયે સાવરકુંડલામાં જોરદાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા તો નદીનાળામાં પણ પાણીની આવક જોવા મળી હતી. બાબરામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડતા અનેક રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. મેઘરાજા ખમૈયા કરે તેવી ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે.





































