અમરેલી જિલ્લા કિસાન સંઘના પ્રમુખ સામતભાઇ જેબલિયાએ મામલતદારને આવેદનપત્ર આપી માગણી કરી છે કે, જિલ્લામાં તાજેતરમાં થયેલા માવઠાને કારણે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. આથી ખેડૂતોએ બેંક અથવા મંડળીમાં લીધેલું પાક ધિરાણ માફ કરવું જોઇએ અથવા તો ખેડૂતોને નુકસાની માટે એકર દીઠ વધુમાં વધુ વળતર આપવું જોઇએ. જિલ્લામાં શિયાળુ પાકના વાવેતર માટે રાસાયણિક ખાતરની જે અછત છે તે તાત્કાલિક દૂર કરીને જરૂરી વ્યવસ્થા કરવા માગણી છે.