સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ રાજયની પોલીસ સતર્ક બની છે. જેમાં અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા દરેક થાણા અધિકારીઓને સૂચના આપી છે. ગણેશ પંડાલ ક્યા ક્યા વિસ્તારમાં છે, કોણ કોણ આયોજકો છે તેની યાદીઓ તૈયાર રાખવા, ઉપરાંત પોલીસનો સતત બંદોબસ્ત રાખવા જેથી કોઈ બનાવ બને નહિ ઉપરાંત રાત્રીના સમયે ફૂટ પેટ્રોલીંગ કરવા સૂચન કર્યું છે. હોમગાર્ડ અને પોલીસ જવાનોને ગણેશ પંડાલ વિસ્તારમાં બંદોબસ્તમાં ફાળવી રાખવા આ પ્રકારની અલગ અલગ સૂચનાઓ આપતા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.