જિલ્લાના ૧૬ જેટલા પ્રશ્રો અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કરાયા

સોમવારે પ્રધાનમંત્રી મોદી અમરેલી જિલ્લાનાં પ્રવાસે છે ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ જેનીબેન ઠુંમરે અમરેલી જિલ્લાની પ્રજા વતી પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજુલાથી સુરત વચ્ચે રોરો સર્વિસ ચાલુ કરવી, જિલ્લામાં સાંથલી સિંચાઈ યોજના અમલમાં મુકવી, અમરેલીથી અમદાવાદ જતાં નેશનલ હાઈ-વે મંજુર થઈ ગયા હોવા છતાં કામગીરી ઠપ્પ હોવાથી વહેલી તકે ચાલુ કરવો, સોમનાથ-કુંકાવાવથી દિલ્લી સુધીની ટ્રેન મળે તે માટે નિર્ણય લેવો, અમરેલી જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે તાત્કાલિક વળતર મળે, રાની પશુઓ, નિલગાય, ભૂંડનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે તેમાથી મુક્ત મળે તેવી કાર્યવાહી કરવી જિલ્લાના રત્નકલાકારોને મંદીનો સામનો ન કરવો પડે તેના માટે જિલ્લામાં નાના-મોટા ઉદ્યોગોની સ્થાપના કરવી આમ જિલ્લાનાં ૧૬ જેટલા મહત્વનાં પ્રશ્નોની ખુલ્લા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.