ખરીફ સિઝન પહેલા મગફળી અને ડાંગર માટે આટલું કરો

ડાંગર:
• ડાંગર માટે “શ્રી” પદ્ધતિ અપનાવો.
• મોડી પાકતી જાત: મસુરી, જી.આર.૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, નર્મદા
• મોડી મધ્યમ પાકતી જાત: જી.આર-૧૧, ૧૩, જ્યા ગુર્જરી, આઇ.આર.-૨૨, જી.આર-૧૫
• ફેર રોપણી માટે: જી.આર-૪, ૬, ૭, ૮, ૧૧, ૧૨, ૧૩, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૯૪, ગુર્જરી, એસએલઆર – ૫૧૨૧૪, દાંડી.
• ઓરાણ માટેઃ સાંઠી-૩૪, ૩૬, જીઆર- ૩, ૫, ૮, ૯, અંબિકા, રત્ના, આઈ.આર-૮, જી.આર-૧૬ (તાપી)
• વહેલી પાકતી જાત ઓરાણ માટે: જી.આર.-૫, ૮, ૯, આઈ.આર-૨૮, જી.આર-૧૭ ( સરદાર), એન.વી.એસ.આર.-૩૯૬
• ક્ષારીય જમીનની જાત: દાંડી, જી.એન.આર-૨, ૩, ૪
• ખાતરઃ ૧૨૦-૩૦-૦૦ નાં.ફો.પો.
• રોપણી વખતે પાયામાં ઝિંક સલ્ફેટ આપવું હિતાવહ છે.
• બિયારણ ૫ ગ્રામ બાવિસ્ટીન પાવડર મેળવેલ બિયારણને ભીના કંતાનમાં બાંધીને ૨૪ કલાક માટે છાયાવાળી જગ્યા અથવા ઘરમાં અંકુરણ માટે મૂકી દેવું. અથવા
• સૂકી બીજ માવજત: ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા થાયરમ દવાનો બીજને પટ આપવો.
• ભીની બીજ માવજત: ૨૫ કિલો બીજને ૨૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવાના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.
• ૭ થી ૧૪ દિવસની ઉંમરનાં ધરૂમાં બે પાંદડા આવે ત્યારે રોપણી કરી શકાય છે.
બાગાયતી પાકોમાં ધનીષ્ટ પદ્ધતિ અપનાવો:
• આ પદ્ધતિમાં વાવેતરનાં અંતરો ઘટાડવાથી નોંધપાત્ર વધારે ઉત્પાદનો મળ્યા છે. ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ વિગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આર્થિક રીતે ફાયદો થાય છે.
મગફળી:
• પ્રથમ જંતુનાશક દવાનો પટ આપ્યા પછી ફૂગનાશક દવાનો પટ આપવો.
• ગળતિયા ખાતરમાં મિક્સ કરી વાવણી સમયે ચાસમાં આપવું.
• મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વિસ્તારમાં મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ધટાડી શકાય છે એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ અપનાવવી.
• ધૈણ અથવા સફેદ મુંડા (વ્હાઈટગ્રબ) માટે જમીન માવજત કરી ન હોય તો અને ઉધઈ પણ આવતી હોય તો ક્વિનાલફોસ ૨૫ ટકા ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી માહે કોઈ પણ એક દવા પસંદ કરી ૧ કિલોગ્રામ દીઠ ૨૫ મિ.લિ. દવા બીજને વાવતા પહેલા ૩-૪ કલાક અગાઉ પટ આપી પછી છાંયડામાં સુકવી વાવેતર કરવું.
• હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૧૨.૫ – ૨૫ – ૫૦ કિલો એન.પી.કે. આપવું.
• થડનો સડો/સુકારો હોય તો વાવણી વખતે ચાસમાં હેકટરે ૫૦૦ કિ.ગ્રા. દિવેલાના ખોળ સાથે ૨.૫ કિ.ગ્રા. ટ્રાઈકોડર્માનું કલ્ચર ભેળવીને આપવું.
• બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફ્રુરણ શકિતવાળુ અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.
સંકલિત પોષણ વ્યવસ્થા:
સામાન્ય રીતે બાગાયતદારો અસમતોલ, અપુરતા, કાર્યરત મૂળ વિસ્તાર જોયા વગર પાકની અવસ્થા ધ્યાને લીધા વગર ખાતર વાપરે છે, ખર્ચ વધારે છે, ગુણવત્તા બગાડે છે. તેની સામે સંકલિત પોષણ વ્યવસ્થામાં સમતોલ, સમયસર, યોગ્ય જગ્યાએ અને પાકની અવસ્થા ધ્યાને લઈ અપાતા ખાતરોમાં દેશી છાણીયું ખાતર, કમ્પોષ્ટ, ખોળ, હાડકાનો પાવડર સીવીડ, અઝોલા, વર્મી કમ્પોષ્ટ, લેધરમીલ, પોલ્ટી મેન્યુર, જૈવિક ખાતર લીલો પડવાશ, પાકની ફેરબદલી વિગેરેના વપરાશથી જમીનનું પોત બંધારણ સુધરશે, પર્યાવરણ બગડશે નહિ, ઉત્પાદન વધશે સાથે ગુણવત્તા સુધરશે. સામાન્ય પ્રજાનું આરોગ્ય સુધરશે. ઉત્પાદન ગ્રાહકલક્ષી અને નિકાસલક્ષી બનશે. આમ, રાસાયણિક ખાતરોની અવેજીમાં ઉપાયો બતાવવામાં આવ્યા છે.
આંબામાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિના ફાયદા :
૧. ઝાડ દીઠ તેમજ હેક્ટર દીઠ બે થી ત્રણ ગણું વધુ ઉત્પાદન લઈ શકાય છે. ફળની ગુણવત્તા એટલે કે ફળની સાઈઝ, કલર, આકાર વગેરેમાં સુધારો જોવા મળે છે.
૨. આ પદ્ધતિમાં હેક્ટર દીઠ વધુ આવક મળે છે.
૩. ત્રીજા વર્ષેથી જ વ્યાપારીક ઉત્પાદન મળે છે તેમજ ઉત્પાદનનો સમયગાળો નાનો થાય છે.
૪. ફળ, ફૂલને નિયંત્રણ કરી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય છે.
૫. શરૂઆતના વર્ષમાં આંતર પાકોથી આવક મેળવી શકાય છે.
૬. ઝાડની ઉંચાઇ ઓછી હોવાના કારણે પાકની લણણી સરળતાથી કરી શકાય છે.
૭. લાંબા અંતરે વાવેલ આંબાવાડીને પણ ઘનિષ્ઠ વાવેતરમાં ફેરવી શકાય છે.
૮. જમીન, પાણી અને સૂર્યપ્રકાશનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
૯. એકમ વિસ્તારમાં વધારે ઝાડ રોપવાના હોવાથી તેની જાળવણી માટે વધારે માનવ દિવસની જરૂરીયાત રહે છે જે ખેતીમાં વધારે રોજગારી પુરી પાડે છે.
૧૦. કેળવણી અને છટણી દ્વારા ઝાડની ઉંચાઈ નિયમિત અને નિયંત્રીત થાય છે તેમજ ઝાડની ઉંચાઇ કરતા ઝાડનો ઘેરાવો વધુ થતો હોવાથી ઝાડની જાળવણીમાં યાંત્રિક મશીનરીનો ઉપયોગ શક્ય બને છે.
૧૧. નિયમીત છટણી થવાથી કલમોનું આંતરે વર્ષે ફળવાની મુશ્કેલીનું ઘણા અંશે નિવારણ શક્ય બને છે.
૧૨. ઝાડની વૃદ્ધિ નિયંત્રણ રાખવાથી દવાનો છંટકાવ વધુ અસરકારક રીતે કરી શકાય છે.
૧૩. દવાની જેમ રાસાયણિક અને સેન્દ્રિય ખાતર તેમજ પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે.
૧૪. છોડનો આકાર નાનો હોવાથી આંબામાં ફળો ઉપર પેપર બેગ (કોથળી) સહેલાઇથી લગાવી ઉચ્ચ ગુણવત્તા યુક્ત ફળો મેળવી શકાય છે.
૧૫. ફળની પરિપક્વ અવસ્થા સરળતાથી જાણી શકાય છે.
૧૬. ફળ પરિપક્વ અવસ્થાએ પહોચ્યા બાદ કાપણી પણ ખુબ જ અનુકૂળ રહે છે.
૧૭. નિકાસલક્ષી ગુણવત્તા ધરાવતી નવી જાતોનું વાવેતર ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ દ્વારા કરી સારૂ એવું વિદેશી હુંડિયામણ કમાવાની તક મળે છે.
૧૮. પાક સંવર્ધનની કામગીરી પણ સરળતાથી કરી શકાય છે.
૧૯. આ પદ્ધતિમાં સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.
૨૦. આ પધ્ધતિમાં વાતાવરણનાં ફેરફારો એટલે કે જલ-વાયુ પરિવર્તનની માઠી અસર ઓછી થાય છે.
નાળીયેરીમાં ઈરીયોફાઈડ માઈટ:
ફળો ખરી પડે, તીરાડો પડે, ગુંદર નીકળે, લીલો ભાગ દુર થાય. તેના નિયંત્રણ માટે
(૧) પુરતા પ્રમાણમાં પીયત આપવું
(ર) ભલામણ મુજબના ખાતરો આપવા
(૩) લીલો પડવાશ, વનસ્પતિનો ખોળ, અળશીયાનું ખાતર વિગેરે આપવું.
(૪) કાળા માથાની ઈયળ મુજબનું નિયંત્રણ
(પ) વનસ્પતિ જન્ય જંતુનાશક દવા નિમાજલ, એજેડીરેક વિગેરે મૂળ શોષણ પધ્ધતિ દ્વારા ૧૦ મિ.લિ. પાણીમાં મૂળ શોષણ પધ્ધતિ દ્વારા આપવું.
(૬) પાક સંરક્ષાણના સામૂહિક પગલા લેવા.