હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિતથને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે ૧૦ વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. હવે વિલ સ્મિતથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે. ૨૮ માર્ચે યોજોયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે વિલની પત્ની જેડા પિંકેટ સ્મિતથની મજોક ઉડાવી હતી. જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના ૧૧ દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.
એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડાન હડસને કહ્યું, “૯૪મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જોકે, તે ક્ષણોને વિલ સ્મિતથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.” આ તરફ વિલ સ્મિતથે એકેડમીએ આપેલી સજોને
સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના નિર્ણયનું સન્માન કરું છું.”
૨૮ માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિતથની પત્ની જેડાની બીમારીની મજોક બનાવી હતી. Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજોક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિતથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે. ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.