ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનને રિયાલિટી શા સ્માર્ટ જાડીનો ખિતાબ મળ્યો છે. નોંધનીય છે કે લગ્નના થોડ જ સમય પછી અંકિતા અને વિકી આ રિયાલિટી શાનો ભાગ બન્યા હતા. અંકિતા અને વિકીને મસમોટી ગોલ્ડન ગઠબંધન ટ્રોફી તો મળી જ છે, સાથે સાથે ૨૫ લાખ રુપિયા ઈનામી રકમ પણ મળી છે. કપલની ખુશી અત્યારે બમણી છે કારણકે તેઓ પોતાની સિક્સ્થ મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સફળતા પછી અંકિતા લોખંડેએ એક વીડિયો પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફિનાલેમાં અંકિતા અને વિકીની ટક્કર બલરાજ અને દિપ્તી સાથે થઈ હતી, પરંતુ તેમણે ટ્રોફી પોતાના નામે કરી છે. જા કે, બલરાજ અને દિપ્તીને રનરઅપ જાહેર કરવામાં આવ્યા છે. સ્માર્ટ જાડી રિયાલિટી શાની આ પ્રથમ સિઝન હતી અને અંકિતા-વિકીને પ્રથમ વિજેતા તરીકે યાદ રાખવામાં આવશે. અંકિતાએ સોશિયલ મીડિયા પર જીત્યા પછી એક વીડિયો શેર કર્યો છે જેમાં જાઈ શકાય છે કે રિતેષ દેશમુખ અને જેનેલિયાએ ટ્રોફી આપી ત્યારે અંકિતા અને વિકી કેટલા ખુશ થઈ ગયા હતા. અંકિતાએ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, જુઓ આપણે કેટલા આગળ આવી ગયા વિકી, આનુ શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ. ફિનાલે એપિસોડમાં અંકિતાએ વિક્કી સાથે આ શામાં ભાગ લેવા બાબતે ટિપ્પણી કરી હતી. અંકિતાએ અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, વિકી એક્ટર પણ નથી અને સારો ડાન્સર પણ નથી તેમ છતાં તેણે મારો સાથ આપ્યો. શા પર વિકીએ પણ મારી જેમ જ સ્પર્ધાત્મક વલણ દર્શાવ્યું. તેણે મારા કરતા વધારે સારું પર્ફોર્મ કર્યું. તે ઘણો સારો એન્ટરટેઈનર છે. અંકિતાએ જણાવ્યું કે, તે શા જીત્યા કારણકે તે લોકો રિયલ છે. આ શાના માધ્યમથી તેમને ઘણો ટાઈમ સાથે પસાર કરવાની તક મળી. અંકિતા કહે છે કે, વિક્કી પોતાના કામને કારણે બિલાસપુરમાં વધારે સમય પસાર કરે છે. પરંતુ આ જીતનો શ્રેય તેને મળે છે. તે મારા જીવનમાં એક બેલેન્સ લઈને આવ્યો છે. હું એક અલગ જ વ્યક્તિ બની ગઈ છું. હું તમામ બાબતો માટે તેનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન ડિસેમ્બર, ૨૦૨૧માં થયા હતા.