સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP), અમદાવાદના અધ્યક્ષ અને સનાતન સંસ્કૃતિના પ્રખર ઉદ્ઘોષક પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી પોતાના જીવનના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પવિત્ર અવસરને વધાવવા માટે આગામી ૧ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે એસ.જી. હાઈવે, નિરમા યુનિવર્સિટીની સામે આવેલ SGVP કેમ્પસ ખાતે ‘અમૃતવંદના મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલ અવસરે એક વિશેષ ‘અમૃતવંદના ગ્રંથ’નું પણ પ્રકાશન કરવામાં આવશે, જે સ્વામીજીના જીવન અને કાર્યો પર પ્રકાશ પાડશે. આ ગ્રંથમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેવા રાજકીય મહાનુભાવો, અવધેશાનંદજી મહારાજ, રામદેવજી મહારાજ, સંપ્રદાયના આચાર્યશ્‌ તેમજ દેશના શ્રેષ્ઠ વિદ્વાનો, સાહિત્યકારો અને ઉદ્યોગપતિઓ વગેરે દેશ-વિદેશના મહાનુભાવોના સ્વામીજી વિશેના સદ્વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી વગેરે રાજકીય મહાનુભાવો, શ્રેષ્ઠ ધર્માચાર્યો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ અને સમાજશ્રેષ્ઠિઓ ખાસ ઉપસ્થિત રહેશે.