અમરેલી જિલ્લામાં પોલીસ સાયબર ક્રાઈમની ઘટનાઓ રોકવા જાગૃતિ કાર્યક્રમો યોજી રહી છે તેમ છતાં લોકો ઠગોની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. રાજુલામાં રહેતા એક પરપ્રાંતીય પુરુષને એસબીઆઈ કસ્ટમર કેરના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી રૂ. ૯,૯૩,૨૯૯નો ચૂનો લગાવ્યો હતો.
બનાવ અંગે રામ પવિત્ર રામ (ઉ.વ.૫૧)એ અજાણ્યા મોબાઇલ ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, કોઇ અજાણ્યા વ્યક્તિએ SBI નાં કસ્ટમર કેર અધિકારીની ખોટી ઓળખ આપી તેમને વિશ્વાસમાં લઇ મોબાઇલ ફોનમાં વોટ્સએપમાં Banking Update.apkનામની ફાઇલ મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમની જાણ બહાર બદદાનતથી જુદી જુદી રકમનાં ટ્રાન્જેક્શન કરી ખાતામાંથી કુલ રૂ.૯,૯૩,૨૯૯/- ઉપાડી લીધા હતા. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ.કાલોદરા વધુ તપાસ કરી રહ્યા છે.