શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં NSUI દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શાળામાં દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ NSUI ના ઉપાધ્યક્ષ કેતનભાઇ ખુમાણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી અને અન્ય ત્રણ ટીમને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી. શાળાની ૮૦૦થી પણ વધારે બહેનોએ આ ક્વિઝને નિહાળી હતી.