ભારત સરકાર દ્વારા નેશનલ ક્વાલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રોગ્રામ અંતર્ગત ડીસેમ્બર -૨૦૨૫ સુધીમાં ૫૦% થી વધુ NQAS Certification ની કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું લક્ષ્યાંક આપવામાં આવેલ છે. અમરેલી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી પી.બી પંડ્યા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ જોષીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર વાશિયાળી, સિમરણ અને કેરાળાએ નેશનલ ક્વાલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) માટેનું NQAS External Assessment પાસ કરી અમરેલી જિલ્લાનું નામ ગૌરવવીંત કરેલ છે. તેવુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમા જણાવે છે.








































