નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરાયેલા JEE મેઈન-૨૦૨૬ના પરિણામોમાં રાજકોટની પ્રસિધ્ધ મોદી સ્કૂલે રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ વર્ષે દેશભરના આશરે ૧૬.૭૧ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી મોદી સ્કૂલના ૪ વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) ટોપ-૫૦૦માં સ્થાન મેળવીને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. શાળાના વિદ્યાર્થી જાડેજા મોક્ષરાજસિંહ ૯૯.૯૯ PR સાથે AIR-૧૫૨, મોદી જાગૃત ૯૯.૯૯ PR સાથે AIR-૨૦૬, સરધારા જય ૯૯.૯૯ PR સાથે AIR-૨૧૦ અને રૈયાણી ભવ્ય ૯૯.૯૮ PR સાથે AIR-૩૮૭ ક્રમ હાંસલ કર્યો છે. આ ઉપરાંત ટોપ-૧૦૦૦માં કુલ ૬ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને સ્કૂલની શ્રેષ્ઠતા સાબિત કરી છે. શાળાના સંસ્થાપક ડો. આર. પી. મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૩૮ વર્ષથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કલ્ચરને સમજીને અમે કામ કરીએ છીએ. આ પરિણામ માટે વિદ્યાર્થીઓને મળેલું સચોટ માર્ગદર્શન, નિયમિત ચેપ્ટર ટેસ્ટ, ફૂલ સિલેબસ ટેસ્ટ (FST) અને એક્સપર્ટ ફેકલ્ટી ટીમ દ્વારા તૈયાર કરાયેલ મોડ્યુલ્સ મુખ્ય ભૂમિકા ભજવે છે. હાલમાં શાળામાં ૧૨ IITians અને ૬ NITians સહિત ૯૪ થી વધુ નિષ્ણાંત શિક્ષકોની ટીમ કાર્યરત છે. મોદી સ્કૂલિંગ સિસ્ટમે સાબિત કર્યું છે કે ડમી સ્કૂલ કે બાહ્ય કોચિંગ કલ્ચરના બદલે યોગ્ય સ્કૂલ મોડલ દ્વારા પણ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટોચનું પરિણામ લાવી શકાય છે. ર્બોડિંગ સ્કૂલનું શાંત વાતાવરણ અને સોશિયલ મીડિયાના દૂષણોથી દૂર રહીને થતું શિક્ષણ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મજબૂત પાયો પૂરો પાડે છે. શાળાના સંચાલકોએ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.










































