અમરેલી,તા.૩૧
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તાજેતરમાં રાજકોટ ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં એસોસિએશનની અમરેલી બ્રાંચને વિવિધ લક્ષ્યાંકો હાંસલ કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીની એઇમ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડો. ગુલેરિયાના હસ્તે ડો. પી.આર. ત્રિવેદીને રોટેટિંગ ટ્રોફી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.