માન્ચેસ્ટર યુ.કે. ખાતે આયોજીત ICAની વાર્ષિક બેઠકમાં હર્ષ સંઘાણી યુવા સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ ICAના ૧૩૦ વર્ષના ઈતિહાસમાં વૈશ્વિક પદે નિમાયેલ પ્રથમ ભારતીય બન્યા છે. ICA વિશ્વના ૧૦૫ દેશોમાં ૧ અબજથી વધુ સભ્યો ધરાવે છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ અભિનંદન પાઠવતા જણાવેલ કે, હર્ષ સંઘાણી સહકારી ક્ષેત્રને એક નવી દિશા આપશે કારણ કે યુવાવસ્થા હોવાથી તેમની પાસે ઘણો બધો સમય છે. આજે વિશ્વના દેશો પણ ભારતની સહકારી પ્રવૃત્તિથી પ્રભાવીત છે તેવા સમયે હર્ષની સહકારી કોઠાસુઝનો લાભ નૂતન પદભાર સાથે ICAને પણ મળશે જે અમરેલી, ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે તેમ અંતમાં જણાવ્યું હતું.