ICA યુથ કમિટીના અધ્યક્ષ હર્ષ સંઘાણીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લખનૌ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે યુવા સહકારી ચળવળ, યુવા ઔદ્યોગિક સાહસ, ગ્રામ્ય-શહેરનો સહકારી વિકાસ, વૈશ્વિક સહકારીતામાં યુવા નેતૃત્વ ઉપર ગહન ચર્ચા-વિચારણાનું આદાન-પ્રદાન થયું હતું. વૈશ્વિક સહકારીતામાં ભારતીય યુવા નેતૃત્વનો ઉદય હવે દૂર નથી અને તેવી ક્ષમતા ભારતના યુવાનોમાં ભરપુર છે, હર્ષ સંઘાણી ઉભરતી યુવા શકિત છે તેમ મુલાકાત વેળાએ આદિત્યનાથે જણાવેલ હતું. હર્ષ મુકેશભાઈ સંઘાણીએ બેઠક પછી કહ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી મોટી યુવા વસ્તીમાંનો એક છે અને સહકારી સંસ્થાઓ તેની સાચી ક્ષમતાને ઉજાગર કરવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો તેમના માર્ગદર્શન અને સમાવેશી ભારતને આકાર આપવામાં યુવાનોની ભૂમિકાને પ્રેરક બળ તરીકે ઓળખવા બદલ આભારી છું.









































