આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે, આગામી ૨૫થી ૩૦ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન દિલ્હીમાં “ગ્લોબલ કો-ફેસ્ટસ”નું આયોજન થનાર છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન સંદર્ભે દ્ગઝ્રેંં હેડક્વાર્ટર ખાતે એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાંICAના ડાયરેક્ટર જનરલ જેરોન ડગલાસનું નવી દિલ્હી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બેઠકમાં ICA NCUIના પ્રમુખ ડા. ચંદ્રપાલસિંહ યાદવ, દ્ગઝ્રેંંના વાઈસ પ્રેસિડેન્ટ ડા. બિજેન્દ્રસિંહ, વરિષ્ઠ સહકારી નેતા ડા. સુનિલકુમાર સિંહ, રામ ઈકબાલ સિંહ, દ્ગઝ્રમ્છ પ્રમુખ અને NAFSCOBના MD ભીમા સુબ્રમણ્યમ, ICA [AP]ના પ્રાદેશિક નિયામક શ્રી બાલુ આય્યર, દ્ગઝ્રેંંના CEO ડા. સુધીર મહાજન (IAS), NCUIના DY.CEO સાવિત્રી સિંહ તેમજ ભારતમાંICAના સભ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૨૫ને “રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ” તરીકે જાહેર કર્યું છે. આ નિમિત્તે, ભારતના યજમાનપદે ૈંઝ્રછ ગ્લોબલ કોન્ફરન્સ દેશની રાજધાની દિલ્હીમાં ૨૫થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત વિકાસશીલ યોજનાઓ, સહકાર તાલીમ, યોજનાઓનું અમલીકરણ, જનજાગૃતિ સેમિનાર વગેરેને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, વર્તમાન અને ભાવિ આયોજનોની ચર્ચા કરવામાં આવશે, જે અનેક દેશોના રાષ્ટ્રીય સ્તરે લાગુ થઈ શકે છે. આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમના સફળ આયોજન માટે યોજાયેલી આ બેઠકમાં ઉપરોક્ત મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.