– નગીના વાડી:
કાંકરિયા તળાવની વચ્ચોવચ આવેલો બાગ નગીનાવાડી તરીકે ઓળખાય છે. જ્યાં જવા માટે તળાવના એક છેડેથી પ્રવેશીને તળાવની વચ્ચોવચ નગીના વાડી સુધી જઇ શકાય છે. તળાવની મધ્યના આ ગોળાકાર ટાપુ પર એક નાનકડો મહેલ છે. જ્યાં સંગીતના તાલે નાચતા ફુવારા (મ્યુઝિકલ ફાઉન્ટન)થી નગીના વાડીની શિકલ પલટાઇ ગઇ છે. અહીં ખાણી-પીણીની સુંદર સુવિધા છે. ઉનાળામાં સાંજે તો નગીના વાડીમાં માનવ મેદની ઉમટી પડે છે. સંગીતના તાલે નાચતા ફુવારા પર લેસર લાઇટથી વિવિધ ભાત-આકૃતિઓથી લોકોને ભરપૂર મનોરંજન મળે છે. જે ફુવારાની સામે બનાવેલી બેઠકો પર બેસીને માણી શકાય છે. કાંકરિયા તળાવથી નગીના વાડી સુધી જતા માર્ગની બંને બાજુ લીલી સુંદર હરિયાળી છે અને બેઠક વ્યવસ્થા પણ શણગારેલી છે.
– બાલવાટિકા:
બાળકોને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી બાલવાટિકા એક પાર્ક છે, જે પાછળથી જવાહરલાલ નહેરુ પાર્કના નામે ઓળખાવા લાગી હતી. બાલવાટિકામાં અરીસા-ઘર, બોટ-હાઉસ, સ્મૃતિ કક્ષ અને પ્લે હાઉસ તેમજ બાળકોને ખૂબ મનોરંજન મળી રહે તેવાં અનેક આકર્ષણો છે.
– કાંકરિયા પ્રાણી સંગ્રહાલય:
૨૧ એકરમાં ફેલાયેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ ૧૯૫૧માં રુબિન ડેવિડે કર્યું હતું. આ પ્રાણી સંગ્રહાલય ૧૯૭૪માં એશિયાના તમામ પ્રાણી સંગ્રહાલયોમાંનું શ્રેષ્ઠ ઝૂ ગણાયું હતું. જેમાં ૫૦૦ સસ્તન, ૧૦૦૦ ઉપરાંત પક્ષી, ૧૬૦ સરિસૃપ પ્રાણીનો સમાવેશ થાય છે. જેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ,
વાંદરા, મોર, હરણ, ચિંકારા, ઇમુનો સમાવેશ થાય છે. ૧૯૭૪માં રુબિન ડેવિડને આ પ્રાણી સંગ્રહાલય માટે પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કરાયો હતો.
– અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ:
અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ એ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો પદયાત્રી બ્રિજ છે. તેમાં પતંગો પ્રેરિત ડિઝાઇન કરાયેલી છે. આ બ્રિજ ૩૦૦ મીટર લાંબો અને ૧૦થી ૧૪ મીટર પહોળો છે. સરદાર બ્રિજ અને ઍલિસબ્રિજની વચ્ચે આવેલા આ બ્રિજને શહેરમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી પ્રેરિત કરાયો છે.
– ગાંધી આશ્રમ:
સાબરમતી આશ્રમ જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમના નામે ઓળખાય છે. સાબરમતી નદી કિનારે આવેલો આ આશ્રમ અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતો છે. ગાંધીજીનું આઝાદી પહેલાંનું રહેઠાણ ગણાતા આ આશ્રમથી જ ગાંધીજીએ આઝાદીની ચળવળ શરુ કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીના કિનારે બેસી પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી જ દાંડીકૂચ આરંભી હતી. આજે ય ગાંધી આશ્રમની ગરિમા જળવાયેલી રહી છે, દેશી-વિદેશી લોકો આ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની-પ્રાચીન ચીજ-વસ્તુઓ પ્રદર્શનમાં મુકેલી છે.
– ગુજરાત સાયન્સ સિટી:
સરખેજ-ગાંધીનગર હાઈવે નજીક આવેલું ગુજરાત સાયન્સ સિટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી કરવાનો મહ¥વાકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા સાયન્ય સિટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃત્તિની જગા અને સહેલાઈથી સમજાય તેવાં જીવંત નિદર્શનના સર્જનનો છે. સાયન્સ સિટીમાં હાલ ઓફ સ્પેસ, હાલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, ઇલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, ૩-ડી આઈમેક્સ થિયેટર, સંગીતમય નૃત્ય કરતા ફુવારા, ઊર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડ, એમ્ફી થિએટર, સાયન્સ સિટી ઉદ્યાન વગેરે અબાલ-વૃદ્ધ સૌ માટે જોવા-જાણવા-માણવાલાયક અદ્ભુત સ્થળ બની રહ્યું છે.
– સરદાર પટેલ સ્મારક ભવન:
સરદાર પટેલ સ્મારક એક સંગ્રહાલય અને પ્રદર્શન કેન્દ્ર છે, જે ભારતીય સ્વતંત્રતા કાર્યકર સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ મોતી શાહી મહેલ, અમદાવાદના શાહીબાગમાં આવેલો છે, જે સરદાર ઓપન ગાર્ડનથી ઘેરાયેલો છે. સરદાર ઓપનએર થિયેટરમાં પ્રસંગે બગીચામાં ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવે છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર પ્રતિમા છે.
– હઠીસિંહના દેરાં:
હઠીસિંહના દેરાં, જે હઠીસિંહની વાડીના નામે ઓળખાય છે. તેના નિર્માણ માટે ઇ.સ.૧૮૪૮માં ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહે આ દેરાંના બાંધકામની યોજના કરી હતી, પણ તેમનું ૪૯ વર્ષે નિધન થતાં, તેમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈએ તેનું બાંધકામ રૂ.૮ લાખમાં પૂર્ણ કર્યું હતું. આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.
– જુમ્મા મસ્જિદ:
જુમ્મા મસ્જિદ એ અમદાવાદની સૌથી પ્રાચીન મસ્જિદોમાંની એક છે. જે બાદશાહ અહમદ શાહે ઈ.સ.૧૪૨૪માં બનાવડાવી હતી. મસ્જિદના નિર્માણ સમયે એ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વમાં અહમદ શાહ, તેમના પુત્ર અને તેમના પૌત્રની કબરો આવેલી છે. જે અહમદ શાહના રોજાના નામે ઓળખાય છે અને નજીકમાં જ તેમનાં પત્નીઓની કબરો આવેલી છે, જે રાણીના હજીરાના નામે ઓળખાય છે.
ઉપરોક્ત જોવા-જાણવા-માણવાલાયક સ્થળો ઉપરાંત અમદાવાદમાં ઝૂલતા મિનારા (કાલુપુર), સ્વામિનારાયણ મંદિર (રિલીફ રોડ), સ્વામિનારાયણ ગાદી સંસ્થાન (મણિનગર), સ્વામિનારાયણ મંદિર (શાહીબાગ), ઇસ્કોન મંદિર (એસજી હાઈવે), સ્મૃતિ મંદિર (ઘોડાસર), કુમકુમ સ્વામિ. મંદિર (મણિનગર), વૈષ્ણોદેવી મંદિર (એસજી હાઈવે), ભાગવત વિદ્યાપીઠ (સોલા), કેમ્પ હનુમાન મંદિર (શાહીબાગ), આદિવાસી સંગ્રહાલય (ગૂજરાત વિદ્યાપીઠ, ઉસ્માનપુરા), સરખેજ રોજા (સરખેજ), કેલિકો મ્યુઝિયમ (શાહીબાગ), પતંગ મ્યુઝિયમ (પાલડી), વિચાર વાસણ મ્યુઝિયમ (વાસણા), રાણીનો હજીરો (માણેક ચોક), રિવરફ્રન્ટ (આખો પટ્ટો), ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ (કઠવાડા), તિરૂપતિ બાલાજી મંદિર (એસજી હાઈવે), વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (જોધપુર) જેવાં દર્શનીય સ્થાન પણ આવેલાં છે.
sanjogpurti@gmail.com
જાદુઈ પેન્સિલ
જેનુ નામે એક છોકરી. નાનકડી ને નમણી. સુંદર અને ચુલબુલી. એક વખત એ રસ્તે જઈ રહી હતી. અચાનક તેની નજર રસ્તામાં પડેલી પેન્સિલ પર પડી. પેન્સિલ ચમકી રહી હતી. ચમકતી પેન્સિલ જોઈ જેનુને નવાઈ લાગી. તેને પેન્સિલ ગમી ગઈ. તેણે પેન્સિલ લેવા હાથ લંબાવ્યો. જેવો એણે હાથ લંબાવ્યો પેન્સિલ કૂદવા ને હસવા લાગી. પેન્સિલ બોલી, “હલ્લો ડીઅર ફ્રેન્ડ જેનુ! હાઉ આર યુ?”
પેન્સિલનો અવાજ સાંભળી જેનુને અચરજ થયું. તેણે પેન્સિલને કહ્યું, “આઈ એમ ફાઇન! એન્ડ હાઉ આર યુ! તું મારી દોસ્ત બનીશ? મને તારી સાથે દોસ્તી કરવી ગમશે.”
જેનુની વાત સાંભળી પેન્સિલ રાજીરાજી થતાં બોલી, “હા હા જેનુ! મને પણ તારી સાથે દોસ્તી કરવી ગમશે. આ જોને, કેટલાય દિવસોથી હું આમ રસ્તા વચ્ચે
આભાર – નિહારીકા રવિયા પડી રહી છું. ઠંડીમાં ઠરીને ઠુસ થઈ ગઈ છું. મને પણ તારી સાથે આવવું ગમશે. તું મને તારી સાથે લઈ જા.”
પોતાને એક નવી દોસ્ત મળતાં જેનુ રાજીરાજી થઈ ગઈ. એણે પેન્સિલને લઈ લીધી ને ધીમેથી એના દફતરમાં મૂકી દીધી. જેનુને એક નવી દોસ્ત મળી ગઈ હતી. તે ઝડપથી ઘરે પહોંચી. દફતર ખોલ્યું. દફતરમાંથી ઝગમગ ઝગમગ અજવાળું આવી રહ્યું હતું. તેણે હળવેકથી પેન્સિલને બહાર કાઢી. એણે એનું નામ પીકુ પાડ્યું. પોતાનું મસ્ત મજાનું નામ સાંભળી પીકુ હરખાઈ ગઈ.
જેનુએ હોમવર્ક કરવાનું વિચાર્યું. એણે પીકુને કહ્યું, “પીકુ, તું થોડો ટાઈમ બેસ. હું જરા મારું હોમવર્ક કરી લઉં.”
પીકુ હસી અને બોલી, “હોમવર્ક! એમાં હું તને જરૂર મદદરૂપ થઈશ. મને કહે તો ખરી તારે શું કરવાનું છે?”
“અરે વાહ પીકુ! તું ખરી દોસ્ત હોં! મારે એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે.”
“ચિત્ર દોરવાનું છે એમને! તો ચાલ, કરી લે તૈયારી ને થઈ જા તૈયાર.”
જેનુને નવાઈ લાગી. આખરે પીકુ શું કરવાની છે, એ વિચારે તે રોમાંચિત થઈ ગઈ.
“તું મને હાથમાં પકડ ને કાગળ પર મૂક. પછી તારે જે ચિત્ર દોરવું હોય તે મને કહે. અને પછી જો આ પીકુનો જાદુઈ કમાલ !”
હવે જેનુ પણ આતુર હતી. એણે પીકુને હાથમાં પકડીને કાગળ પર મૂકી. અને એને જે ચિત્ર દોરવું હતું તે પીકુને કહ્યું. જેવું જેનુએ કહ્યું, પીકુ તો ચલ પડી. પીકુ કાગળ પર સરરર સરરર ફરવા માંડી. ઘડીભરમાં સુંદર મજાનું ચિત્ર દોરીને તૈયાર કરી દીધું. આ જોઈ જેનુને ભારે અચરજ થયું. જેનુ જે કહેતી તે કામ એ પળભરમાં કરી આપતી. સરસ પણ અને સુંદર પણ. જેનુને હવે પીકુ નામે એક જાદુઈ મિત્ર એવી પેન્સિલ મળી ગઈ હતી. હવે જેનુના દરેક કામમાં પીકુ એની સાથે હતી. જેનુ કી પીકુ… ચલતી જાય… ચલતી જાય…!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭
આભાર – નિહારીકા રવિયા