જીટીયુ દ્વારા તાજેતરમાં લેવાયેલી MCA સેમેસ્ટર ત્રણની પરીક્ષામાં ગજેરા કેમ્પસની એમ. એલ. કાકડીયા MCA મહિલા કોલેજે ટોપટેનમાં બીજું સ્થાન મળ્યું છે. SPI ટોપટેનમાં સંકુલની ચાર વિદ્યાર્થિની ચૌહાણ કૃપાલી બી. યુનિવર્સિટીમાં બીજુ-૯.૮૨ SPI, પટોળીયા હિનલ ડી. યુનિવર્સિટી સાતમું ૯.૬૮ SPI, નાદોડા નેન્સી એ. યુનિવર્સિટી યુનિવર્સિટીમાં આઠમું ૯.૬૪ SPI અને બાલધા હાર્મી આર. યુનિવર્સિટીમાં દસમું ૯.૬૪ SPI પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત(અમરેલી) શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક (ગર્લ્સ) સંકુલ તરફથી વિદ્યાર્થિનીઓ અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવેલ છે.









































