જીએચસીએલ ફાઉન્ડેશને અમલમાં મૂકેલા માછીમારી આજીવિકા વિકાસ કાર્યક્રમ હેઠળ ૧૫૨ પગડીયા માછીમાર પરિવારોને માછીમારી માટે જરૂરી સાધનો જેવા કે ફિશિંગ નેટ, આઇસ બોક્ષ, પ્લાસ્ટિક ક્રેટ અને દોરી વિતરણ કર્યા છે. આ કાર્યક્રમમાં જીએચસીએલ લિમિટેડના સિનિયર જનરલ મેનેજર આરીફભાઈ માજોઠી, સી.એસ.આર વિભાગના સિનિયર ઓફિસર ડો. રવિ સોલંકી અને હનીફ કાળવાતર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાવસિંહ વંશ દ્વારા કરવામાં આવ્યું હતું.