તાજેતરમાં કોડીનાર ખાતે યોજાયેલા ૬૯મા શાળાકીય રમત મહોત્સવમાં ડીએલએસએસ સોમનાથ એકેડેમીના જુડો ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં કુલ ૪૪ મેડલ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.આ સ્પર્ધામાં અંડર-૧૪ ભાઈઓએ ૧૪ મેડલ (૬ ગોલ્ડ, ૫ સિલ્વર, ૩ બ્રોન્ઝ), અંડર-૧૪ બહેનોએ ૧૨ મેડલ (૪ ગોલ્ડ, ૬ સિલ્વર, ૨ બ્રોન્ઝ), અંડર-૧૭ ભાઈઓએ ૮ મેડલ (૬ ગોલ્ડ, ૨ બ્રોન્ઝ), અંડર-૧૭ બહેનોએ ૩ ગોલ્ડ મેડલ, અંડર-૧૯ ભાઈઓએ ૬ મેડલ (૫ ગોલ્ડ, ૧ બ્રોન્ઝ) અને અંડર-૧૯ બહેનોએ ૧ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.ખેલાડીઓની આ સિદ્ધિ બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા અને શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.








































