અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સાયન્સ સીટી અમદાવાદનો અભ્યાસ પ્રવાસ કરાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા CET (કોમન એન્ટરન્સ ટેસ્ટ) પરીક્ષા લેવામાં આવે છે, જે અંતર્ગત અમરેલી જિલ્લામાંથી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ૨ તબક્કામાં યોજાયેલા આ અભ્યાસ પ્રવાસમાં ૬૫૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિજ્ઞાન જગતના વિવિધ ઉપક્રમોને જોઇ વિદ્યાર્થીઓએ કુતુહૂલ અને જિજ્ઞાસા અનુભવી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પ્રાપ્ત કરી હતી. આ પ્રવાસ માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.એમ. સોલંકીએ જિલ્લા નોડલ તરીકે તથા તમામ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટરોએ તાલુકા નોડેલ તરીકેની ફરજ બજાવી હતી. પ્રવાસ અંગેના તમામ આયોજન અને વ્યવસ્થાની કામગીરી સાથે પ્રવાસમાં સાથે જોડાયેલા હતા.