ટેલિવિઝન સ્ટાર હિના ખાન જે હોય તે મોં પર કહેવામાં માને છે. એક્ટ્રેસ હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં વ્યસ્ત છે, જેના રેડ કાર્પેટ પર તેણે ૧૯મી મેના રોજ વાક કર્યું હતું. ૨૦૧૯ બાદ હિના ખાને બીજી વખત ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો છે. જો કે, કાન્સ ૨૦૨૨માં ઓપનિંગ સેરેમનીમાં ઇન્ડિયન પેવેલિનમાં આમંત્રણ ન મળતા તેને જબરદસ્ત આંચકો લાગ્યો હતો અને તેણે એન્ટરટેન્મેન્ટ બિઝનેસમાં હજી પણ ‘એલીટ સિસ્ટમ’ ચાલતો હોવા પર રોષ વ્યક્ત કર્યો હતો. એક્ટ્રેસે અનુપમા ચોપરાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘આપણે બધા એક ઈન્ડસ્ટ્રીમાંથી આવીએ છીએ. આપણે એન્ટરટેન્મેન્ટ બિઝનેસમાંથી છીએ. આપણે અહીં ભારતનું નેતૃત્વ કરવા આવ્યા છીએ. હું મારી ફિલ્મના પોસ્ટરનું લોન્ચિંગ થયું તે માટે ખુશ હતી. હું તમને કહેવા માગુ છું કે, હજી પણ એલીટ સિસ્ટમ છે. હાલમાં જ એક ઓપનિંગ સેરેમની હતી અને ઇન્ડિયન પેવેલિયનમાં એક ઈવેન્ટ થઈ રહી હતી. દરેક કોઈ ત્યાં હતું. માત્ર બોલિવુડ સ્ટાર્સ જ નહીં સિંગર્સ પણ હતા. આ સિવાય જોણીતા ટેલેન્ટેડ દિગ્ગજો હતા. તેવું નથી કે મને ઈર્ષ્યા થઈ રહી છે. પરંતુ મને તો તેમના પર ગર્વ થાય છે. પરંતુ સાથે જ તે જોઈને દિલ તૂટી જોય છે કે હું કેમ ત્યાં નહોતી?. ફ્રાન્સમાં ૧૭મી મેથી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની શરૂઆત થઈ છે. જેમાં બોલિવુડ અને ટેલિવુડના સેલિબ્રિટી સિવાય દેશના અન્ય કેટલાક દિગ્ગજો પણ સામેલ થયા છે. ફિલ્મ ફેસ્ટીવલ શરૂ થયો ત્યારથી ફેન્સ હિના ખાનની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા હતા અને આખરે ૧૯મી મેના રોજ તેમની રાહ ખતમ થઈ હતી જ્યારે તેણે રેડ કાર્પેટ પર વાક કર્યું હતું. હિના ખાને બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો છે. રેક કાર્પેટ માટે તેણે ફેધર વર્ક કરેલા લવન્ડર કલરના ગાઉન પર પસંદ ઉતારી હતી. તેનું ગાઉન સ્ટ્રેપલેસ હતું. આ આઉટફિટમાં તે ગોર્જિયસ લાગતી હતી, જેમાં તેને ટોન્ડ પગ સ્પષ્ટ દેખાતા હતા. હિના ખાને તેના મેકઅપને એકદમ મિનિમલ છતાં સોફિસ્ટિકેટેડ રાખ્યો હતો. સાથે તેણે લક્ઝરી સ્ટોન ઈયરરિંગ્સ અને હાથમાં બ્રેસલેટ પહેર્યું હતું. ૭૫મા કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં હિના ખાનની એન્ટ્રી ચર્ચાનો વિષય બની હતી. એક્ટ્રેસના રેડ કાર્પેટ લૂક જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ છે અને ફેન્સ તેને ‘ક્વીન’ ગણાવી રહ્યા છે. હિના ખાને ૧૯મી મેના રોજ રેડ કાર્પેટ પર વાક કર્યું હતું, જ્યારથી તે french riviera પહોંચી છે ત્યારથી તેના સ્ટનિંગ લૂક્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. અગાઉ હિના ખાને બ્લેક કલરના બોલ્ડ આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી હતી. માત્ર ફેન્સ જ નહીં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાક એક્ટર્સ પણ તેના સેન્સેશનલ લૂક જોઈને આશ્ચર્યચકિત થયા હતા. થોડા દિવસ પહેલા હિના ખાને રેડ કલરના સ્ટ્રેપલેસ ગાઉનમાં પણ પોતાની સુંદર તસવીરો શેર કરી હતી.