અમરેલીની AIIMS હોસ્પિટલ ખાતે સોમવારના રોજ CPR (કાર્ડિયો-પલ્મોનરી રિસસિટેશન) તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ડા. કશ્યપ પટેલ, ડા. કેયુર કોટડિયા, અને ડા. આશા ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં દર્દીના સગા-સંબંધીઓ અને હોસ્પિટલના સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડા. કેયુર કોટડિયાએ તબીબી કટોકટીમાં CPR દ્વારા કેવી રીતે જીવન બચાવી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. કુલદીપભાઈ ભમ્મર, ભરતભાઈ રાજ્યગુરુ, અને કુંતલભાઈ પાંડિયા (USV ફાર્મા) એ આ આયોજનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ તાલીમથી ઘણા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.