નાટક, ટીવી શા, ફિલ્મો અને વેબ સિરીઝ સાથે જોડાયેલી એક્ટ્રેસ ગીતાંજલિ કુલકર્ણીને ખૂબ ઓછા લોકો જોણતા હશે. તેઓ હાલમાં જ ઓટીટી પર આવેલી સિરીઝ ગુલ્લકમાં જોવા મળ્યા. ગુલ્લકની ત્રણેય સિઝનમાં ગીતાંજલિ કુલકર્ણીએ યાદગાર પરફોર્મન્સ આપ્યું છે. ગીતાંજલિ કુલકર્ણીએ જોણીતા બોલિવૂડ એક્ટર અતુલ કુલકર્ણી સાથે લગ્ન કર્યા છે અને તેઓ બંનેની મુલાકાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એકસાથે અભ્યાસ કરતી વખતે થઈ હતી. લગ્ન બાદ અતુલ અને ગીતાંજલિ કુલકર્ણી એÂક્ટંગ કરિયરમાં વ્યસ્ત થઈ ગયા. ઓટીટી પર આવેલી વેબ સિરીઝ ગુલ્લકમાં મિડલ ક્લાસ હાઉસ વાઈફના રોલમાં જોવા મળેલા એક્ટ્રેસ ગીતાંજલિ કુલકર્ણી રિયલ લાઈફમાં પણ સાદું જીવન જીવે છે. એક્ટર પતિ અતુલ કુલકર્ણી સાથે એક્ટ્રેસ ગીતાંજલિ કુલકર્ણી મુંબઈના ૨ રૂમના નાનકડા ફ્લેટમાં રહે છે. ત્યારે ગીતાંજલિ કુલકર્ણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું મુંબઈમાં મોટું ઘર લઈને પૈસા બરબાદ કરવા નથી માગતી. અમે ગામમાં એક ઘર બનાવ્યું છે અને મન થાય ત્યારે ગામડે
જઈને સારો સમય પસાર કરીએ છીએ. મુંબઈના અમારા ઘરમાં એસી અને બેડ પણ નથી. અમે આજે પણ જમીન ઉપર સૂઈ જઈએ છીએ. ઘરમાં જરૂરી હોય તેટલો જ સામાન ખરીદ્યો છે અને ઘરનું બધું કામ જોતે જ કરું છું. ગીતાંજલિ કુલકર્ણીએ વધુમાં જણાવ્યું કે અમે સુખ-સુવિધા પાછળ વધારે ખર્ચો નથી કરતા. શક્ય હોય તેટલી ઓછી જરૂરિયાતોમાં જીવન પસાર કરવામાં વિશ્વાસ ધરાવું છું. મારે કોઈ મર્સિડિઝ કાર જોઈતી નથી અને મોટાભાગે રિક્શામાં બેસીને મુસાફરી કરું છું. તેમ છતાં આજે પણ ક્યાંય બહાર જવાનું થાય ત્યારે ચાલીને જવાનું વધારે પસંદ કરું છું. નાટકોમાં વધારે રુચિ ધરાવતા એક્ટ્રેસ ગીતાંજલિ કુલકર્ણી ફિલ્મો કરતા વેબ સિરીઝથી વધારે પોપ્યુલર થયા છે. છેલ્લા ૨ વર્ષમાં આવેલી જોણીતી વેબ સિરીઝો જેવી કે સિલેક્શન ડે, તાજમહેલ ૧૯૮૯, ગુલ્લક, અનપોઝ્ડ, કોબાલ્ટ બ્લૂ વગેરેમાં ગીતાંજલિ કુલકર્ણી જોવા મળ્યા છે. પણ, ગુલ્લક વેબ સિરીઝમાં શાંતિ મિશ્રાના માતાના પાત્રથી ગીતાંજલિ કુલકર્ણી આજે ઘરે-ઘરે જોણીતા થયા છે.