ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અર્થે અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક (ભૂગર્ભ પાણીની ટાંકી) બનાવવા માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ દ્વારા તેમની સાંસદ ગ્રાન્ટમાંથી રૂ.૫,૦૦,૦૦૦ ફાળવવામાં આવ્યા છે. લીમડા ગામના વતની એવા શક્તિસિંહજી હોસ્પિટલની નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ આરોગ્ય સેવાઓથી પ્રભાવિત થઈને સામે ચાલીને ટ્રસ્ટી બી. એલ. રાજપરા સાથે ટેલિફોનિક વાતચીત કરી ગ્રાન્ટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હોસ્પિટલની તાતી જરૂરિયાતને ધ્યાને રાખી આ ભગીરથ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય તે માટે તેમણે ભાવનગરના જિલ્લા આયોજન અધિકારીને સત્વરે વહીવટી અને ટેકનિકલ કાર્યવાહી કરવા ખાસ ભલામણ કરી છે.










































