અમરેલીના લાઠી બાયપાસ ચોકડીથી લાઠી તરફ જવાના રોડ પર આવેલા નક્ષત્ર મોટર ગેરેજ સામે પોલીસે એક સફળ રેઇડ દરમિયાન મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ત્રણ ઇસમોને દારૂ અને વાહન સાથે રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ રેઇડ દરમિયાન એક શંકાસ્પદ કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૨૦૦ નંગ પ્લાસ્ટિકની બોટલો અને ૨૩૭ નંગ બીયરના ટીન મળી કુલ રૂ. ૧,૬૩,૪૦૧નો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કાર અને ૩ નંગ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૭,૮૮,૪૦૧નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત, અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૭ લોકોને પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી
હાલતમાં ફરતા ઝડપી પાડ્યા હતા.








































