લીલીયા મોટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તુષાર ધોરાજીયાની આગેવાનીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર હિતેશભાઈ પટેલને એક રજૂઆત પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા અનુસાર, હાલની વૈશ્વિક મંદીની સ્થિતિ વચ્ચે સ્થાનિક વેપાર ધંધા ખોરવાઈ ગયા છે. આ મુશ્કેલ સમયમાં માંડ-માંડ થતા વેપારમાં છૂટા પૈસાની ભારે અછત સર્જાઈ રહી છે, જેના કારણે ગ્રાહકો પરત જતા રહે છે અને વેપાર સતત ઘટતો જાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને વેપારીઓએ બેંક મેનેજરને વિનંતી કરી છે કે જરૂરિયાત મુજબ રૂ.૫, રૂ.૧૦ અને રૂ.૨૦ ની નોટો અથવા સિક્કાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેમજ લીલીયાના દરેક વેપારી દીઠ ઓછામાં ઓછું રૂ.૧,૦૦૦ નું પરચુરણ ફાળવવામાં આવે. આ રજૂઆત વેળાએ ભદ્રેશભાઈ જોબનપુત્રા, મનીષભાઈ દેસાઈ અને ઘનશ્યામભાઈ બારૈયા સહિતના અગ્રણી વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.










































