ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નેતાઓના ભાષણ અને એક બીજા પક્ષો પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ વચ્ચે હાલ રાજકારણ સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યો છે. જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની ધરપકડ થવાની સ્થિતિ સર્જાઈ છે. આ બાબતો વચ્ચે ઈટાલિયાની એક ઓડિયો કલીપ પણ વાયરલ થઈ રહી છે. જેણે હાલ અનેક સવાલો ઉભા કરી રાજકારણમાં ચર્ચા જગાવી છે
વિગતે વાત કરીએ તો, ડિસેમ્બર ૨૦૨૦માં મહેસાણામાં પૂર્વ મંજૂરી વિના જાહેર સભા યોજવા બદલ અને રસ્તા ચક્કાજામ કરવાના આરોપ સાથે ગોપાલ ઈટાલિયા સામે મહેસાણા સિટી છ ડિવિઝન પોલીસ મથકે એક હ્લૈંઇ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, જેની તપાસ હાલ ચૂંટણી માહોલમાં શરૂ થઈ છે. જે મામલે છછઁ નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ હાલ મહેસાણા સિવિલ કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. થર્ડ એડિશનલ સિવિલ જજ અને ત્નસ્હ્લઝ્ર બી.આર. કારિયાની કોર્ટે આદેશ આપી મહેસાણા સિટી પોલીસને ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી રજૂ કરવા આદેશ કર્યા છે. ત્યારે ગોપાલ ઈટાલિયાની કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ સ્થિતિ વચ્ચે, ચૂંટણીના માહોલમાં આપ નેતા ઈટાલિયા સાથે જીતુ ભાઈ નામના એક વ્યક્તિની વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઈ રહી છે. જે ઓડિયો કલીપમાં સામેવાળો વ્યક્તિ ગોપાલ ઈટાલિયાને કહી રહ્યો છે કે, એક જુના કેસની તપાસ માટે તમારા ઘરે આવી રહી છે. નવા નિયમો અનુસાર તેઓ તમારા ઘરના ફોટા પાડશે અને રેકોર્ડ માટે પોર્ટલ પર અપલોડ કરશે. જેના જવાબમાં ઈટાલિયા કહી રહ્યા છે. પોલીસને આવવા દો, ઘરે માજી એકલા છે અને આપણે આક્ષેપો કરી દઈશું કે ભાજપે જ આ પોલીસને ઘરે મોકલ્યા છે અને તેઓએ માજીને હેરાન કર્યા છે. જેથી આ ઓડિયો વાયરલ થતા ઈટાલિયા સવાલોના ઘેરામાં આવ્યા હતા અને રાજકારણ ગરમાયું હતું. બાદમાં આ અંગે ઈટાલિયાએ ખુલાસો કર્યો હતો કે, તેમના નામે હાલ વાયરલ થયેલી ઓડિયો કલીપ એઆઇ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી બનાવાઈ છે. ચૂંટણી દરમિયાન મને ફસાવવાનું આ એક ષડયંત્ર છે. વાયરલ ઓડિયોમાં સામેનો વ્યક્તિ મને કાયદાના નિયમો સમજાવી રહ્યો છે. જોકે હું પોલીસમાં પણ ફરજ બજાવી ચૂક્યો છું અને વકીલ પણ છું એટલે મને આ નિયમો સમજાવવાની કોઈ જરૂર નથી. હાલ આપના અનેક કાર્યકર્તાઓને પોલીસે ખોટા કેસમાં જેલમાં પૂર્યા છે. ત્યારે મારી પણ ધરપકડ થાય તો મને કોઈ ડર નથી.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને પોલીસ સાથે મળીને આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ પર ખોટી એફઆઇઆર કરી દમન કરી રહી હોવાના આરોપો લગાવ્યા હતા અને આ મામલે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેટર લખી વ્યથા વ્યક્ત કરી હતી. બાદમાં આ તથ્યને સાબિત કરવા ઈટાલિયાએ આપ કાર્યકર્તાઓ છેલ્લા ૨૦ દિવસમાં ૭૦થી વધુ એફઆઇઆર અને ૨૦૦થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ થઈ હોવાના આરોપો કર્યા હતા. સાથે જ આ સ્થિતિ વચ્ચે આપ નેતા ઈસુદાન ગઢવીની પણ અટક અને તેમની પર એફઆઇઆર નોંધાઈ હતી. ત્યારે હવે ઈટાલિયા પર જૂના કેસમાં કાર્યવાહી થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. જે મામલે હાલ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.








































