કોડિનારમાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિતે દિવ્યાંગજનો અને તેમના વાલીઓ માટે ઓટિઝમ અંગે જાગૃતિ કાર્યક્રમ તેમજ સહાયક ઉપકરણો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જિલ્લા સિવિલ હોસ્પિટલ ગીર સોમનાથના મનોચિકિત્સક વિભાગના નમ્રતાબેન, તાલુકા હેલ્થ ઓફિસર ડા. મહેશભાઈ પઢિયાર, સંસ્થાના ઉપપ્રમુખ સીદીભાઈ ચુડાસમા, દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર કોડીનારના કોઓર્ડિનેટર આરીફભાઈ ચાવડા, સામાજિક કાર્યકર દિનેશભાઈ બાંભણિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના સહાયક તનવીરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આરીફભાઈ ચાવડાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને ઓટિઝમ અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ સમજાવ્યો હતો. નમ્રતાબેને જણાવ્યું હતું કે, ઓટિઝમ ધરાવતા બાળકોમાં સમયસર લક્ષણો ઓળખી શકાય છે જેથી તેની વહેલી સારવાર મળી શકે છે. તેમને શિક્ષણ, રોજગાર અને સમાજમાં સમાન તક આપવામાં આવે છે. ડા. મહેશભાઈ પઢિયારે ઓટિઝમ સાથે HPV વેક્સિન અંગે માહિતી આપી હતી. દિવ્યાંગજનોને મોટરાઈઝ ટ્રાઈસિકલ, મોટરાઈઝ્ડ જોયસ્ટિક વ્હીલચેર અને બૌદ્ધિક દિવ્યાંગ બાળકો માટે એજ્યુકેશનલ TLM કિટ સહિતના સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા તનવીરભાઈ ચાવડા, એ.ડી. જાદવ, ડા. ભરતભાઈ રાઠોડ, ડા. નિકુંજભાઈ ચુડાસમા, નાઝીમાબેન જુણેજા, વિપુલભાઈ સોલંકી અને રાકેશભાઈ બેરડીયા સહિત સંસ્થાના સ્ટાફ-કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.