દામનગરના ભટવદર સ્થિત ખોડિયાર મંદિરે તેરસ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંત હરજી ભગત દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભજન, ભોજન, દર્શન અને પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પાવન પ્રસંગે દામનગર સહિત આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી વિવિધ ધર્મસ્થાનકોના મહંતો, પૂજારીઓ, સાધુ-મહાત્માઓ તેમજ ભાગવતાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.










































