સાવરકુંડલા સરકારી શાળા નંબર ૭ ના ધોરણ ૭-૮ના આશરે ૧૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસે લઈ જવાયા. નિવૃત્ત ફૌજી અતુલભાઈ જાનીના સહયોગથી યોજાયેલ આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે જળ સંરક્ષણ અને હરિયાળા પર્યાવરણનો અનુભવ કર્યો.સરોવરો અને વિદેશી પક્ષીઓ બાળકો માટે આકર્ષણ બન્યા. સાથે અંટાળીયા મહાદેવના દર્શન, રમતો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી બની છે.










































