કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ખાસ કરીને ગાંધીધામને મહાનગરપાલિકા તરીકે અપગ્રેડ કરવાના નિર્ણય બાદ હવે સમગ્ર જિલ્લામાં રાજકીય ચક્રો તેજ ગતિએ ફરતા જાવા મળી રહ્યા છે. પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીથી લઈને ગ્રાઉન્ડ લેવલ પર માહોલ બનાવવાની પ્રક્રિયા જારશોરથી શરૂ થઈ ગઈ છે.
કચ્છ જિલ્લામાં અંજાર, ભુજ, ગાંધીધામ અને મુંદ્રા જેવી મુખ્ય નગરપાલિકાઓમાં મળીને અંદાજે ૧૫૦થી વધુ સીટો પર ચૂંટણી યોજાવાની છે. ભુજ અને ગાંધીધામ જેવી મોટી શહેરી નગરપાલિકાઓમાં સીટોની સંખ્યા વધુ હોવાથી રાજકીય પક્ષો માટે આ વિસ્તારો ખાસ મહત્વ ધરાવે છે.
આ વખતે સૌથી મોટો ફેરફાર ગાંધીધામમાં જાવા મળી રહ્યો છે, જ્યાં નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવામાં આવી છે. આ બદલાવને કારણે વોર્ડ અને સીટોની સંખ્યા વધવાની શક્યતા છે, જેનાથી ચૂંટણી વધુ સ્પર્ધાત્મક બનવાની પૂરીશક્યતા છે.
કચ્છની રાજનીતિ પર નજર કરીએ તો હાલનું ચિત્ર સ્પષ્ટ રીતે એકતરફી દેખાય છે. શહેર વિસ્તારોથી લઈને જિલ્લા પંચાયત સુધી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ મજબૂત રીતે જળવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસનું સંગઠન નબળું પડતાં તેનો પ્રભાવ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. તે છતાં, આમ આદમી પાર્ટી હવે નવા વિકલ્પ તરીકે મેદાનમાં ઉતરી છે. ખાસ કરીને યુવા મતદારો અને શહેરી વિસ્તારોમાં આપ પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. જાકે, જીત માટે જરૂરી મજબૂત સંગઠન હજુ વિકસાવવાનું બાકી હોય તેવું લાગી રહ્યું છે
કોંગ્રેસ જિલ્લા અને તાલુકા સ્તરે મીટિંગો યોજીને ઉમેદવારો પસંદ કરી રહી છે. અને સેન્સ પ્રક્રિયા ચાલુમાં છે. છછઁ નવી એન્ટ્રીઓ અને સર્વે આધારિત પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જા કે તેમણે ભુજ નગરપાલિકા માટે ઉમેદવારો ના નામોની જાહેરાત પણ કરી દીધી છે. આ રીતે, ત્રણેય મુખ્ય પક્ષો મેદાનમાં સંપૂર્ણ રીતે સક્રિય બની ગયા છે.
ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવાના નિર્ણય બાદ અહીંની ચૂંટણી સૌથી વધુ ચર્ચામાં છે. અગાઉ ૧૩ વોર્ડ ધરાવતી નગરપાલિકામાં હવે વોર્ડોની સંખ્યા વધવાની શક્્યતા છે, જેનાથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થશે.
ગાંધીધામ એક ઔદ્યોગિક અને વેપારી શહેર હોવાથી અહીંના મતદારો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને નગર સુવિધાઓ જેવા મુદ્દાઓને મહત્વ આપે છે. આ મુદ્દાઓ પર ભાજપ મજબૂત રીતે પોતાનું પ્રદર્શન રજૂ કરી રહી છે, જે તેને સ્પષ્ટ ફાયદો આપી શકે છે.
બીજી તરફ, આપ શહેરમાં વિકલ્પ તરીકે ઉભરી રહી છે અને કેટલાક વિસ્તારોમાં મત વિભાજનનું કારણ બની શકે છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી પડકારરૂપ બની રહી છે કારણ કે સંગઠન સ્તરે તે હજુ મજબૂતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
કચ્છની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે ખાસ બની રહી છે. ગાંધીધામના મહાનગરપાલિકા રૂપાંતરે રાજકીય દૃશ્યમાં નવી સ્પર્ધા ઉમેરાઈ છે. જ્યાં ભાજપ પોતાનું પ્રભુત્વ જાળવવા પ્રયાસશીલ છે, ત્યાં આપ નવા વિકલ્પ તરીકે પડકાર ઉભો કરી રહી છે અને કોંગ્રેસ પોતાની જમીન પાછી મેળવવા સંઘર્ષ કરી રહી છે. આ ચૂંટણી માત્ર સત્તા માટેની લડાઈ નથી, પરંતુ કચ્છના શહેરી વિકાસ અને રાજકીય દિશા નક્કી કરતી મહત્વપૂર્ણ કસોટી બની રહેશે.








































