ધારીના શીવડ ગામે ઝેરી દવા પીતા વૃધ્ધનું મોત થયું હતું. આ અંગે ગોવિદભાઇ શામજીભાઇ સીસણાદા (ઉ.વ.૩૦) એ જાહેર કર્યા મુજબ, શામજીભાઇ વાલજીભાઇ સીસણાદા (ઉ.વ.૬૦)ની તબિયત છેલ્લા પાંચ વર્ષથી સારી રહેતી નહોતી. છેલ્લા દોઢેક મહિનાથી માનસીક બીમારી હોવાથી પોતાની મેળે ખડમાં નાખવાની ઝેરી દવા પી જતાં મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. ધારીમાં એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.










































