પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ટીમ હોટલમાં સુરક્ષા પ્રોટોકોલ ભંગ બાદ તમામ પાકિસ્તાન સુપર લીગ ટીમોને નવા માર્ગદર્શિકા જારી કર્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આગળ કોઈપણ ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.લાહોર કલંદર્સ માટે રમતા ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તે ટીમ હોટલમાં તેના પરિવારને મળવા દેવા બદલ પીસીબીનો આભારી છે. આ પછી,પીસીબીએ તમામ આઠ ટીમો અને અન્ય અધિકારીઓને ઇમેઇલ મોકલ્યો.પીસીબીએ ઇમેઇલમાં જણાવ્યું હતું કે કોઈપણ ખેલાડી કે અધિકારી બોર્ડની પરવાનગી લીધા વિના ઓછામાં ઓછા ૨૪ કલાક અગાઉથી ટીમ હોટલમાં પરિવારના કોઈપણ સભ્યને મળી શકશે નહીં.
પરિવારની મીટિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. સૂત્રે જણાવ્યું છે કે બોર્ડે વધુમાં સ્પષ્ટતા કરી છે કે ટીમ હોટલમાં ખેલાડીઓ માટે તેમના પરિવારના સભ્યોને મળવા માટે એક નિયુક્ત સ્થળ નક્કી કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું હતું કે, “બોર્ડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફક્ત ખેલાડીની પત્ની, માતાપિતા, ભાઈ અથવા બહેન જ તેમના રૂમમાં પ્રવેશ કરી શકે છે, અને તે પણ ૨૪ કલાક અગાઉ બોર્ડની પરવાનગી મેળવ્યા પછી.”
હકીકતમાં, આ કેસમાં લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદી અને ઓલરાઉન્ડર સિકંદર રઝાનો સમાવેશ થાય છે. બંને પર તાજેતરમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓએ તાજેતરમાં શનિવારે રાત્રે ચાર લોકોને બળજબરીથી તેમના હોટલના રૂમમાં લઈ ગયા હતા, જાકે તેમને પૂર્વ પરવાનગી આપવામાં આવી ન હતી.
સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને પીએસએલ અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે આ ચાર મહેમાનો માટે હોટેલમાં પ્રવેશની પરવાનગી અગાઉ નકારી કાઢવામાં આવી હતી. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે ટીમ મેનેજમેન્ટે ઘણી વખત પરવાનગી માંગી હતી, પરંતુ સુરક્ષા ચિંતાઓને કારણે દરેક વખતે નકારી કાઢવામાં આવી હતી. આમ છતાં, શાહીન અને રઝાએ ફરજ પરના સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓને અવગણી અને મહેમાનોને અંદર લઈ ગયા.















































