ચલાલા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા પાયલોટ મહાવીરભાઈ અને મયુરભાઈએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. બસ સ્ટેન્ડ પાસેથી તેમને અંદાજે રૂ.૧૦,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળ્યો હતો. ફોન મળતા જ બંનેએ તાત્કાલિક તેના અસલ માલિકની શોધખોળ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોબાઈલ મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના રાજગઢ ગામના વતની અને હાલ ચલાલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અનિલભાઈ રામભાઈ વસુનિયાનો હતો. મહાવીરભાઈએ સહેજ પણ વિલંબ કર્યા વિના મૂળ માલિક અનિલભાઈનો સંપર્ક કરીને પ્રામાણિકતાથી તેમનો કિંમતી મોબાઈલ પરત સોંપ્યો હતો.